Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરડો ટેન્ટ સિટી ખાતે સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ ઉપરાષ્ટ્રપતિએ માણી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છ જિલ્લાના પ્રવાસે પધાર્યા છે ત્યારે તેઓએ ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ  ઉપરાષ્ટ્રપતિએ માણી હતી. તેઓએ જુસ્સાભેર રજૂ થયેલા સીદી ધમાલ નૃત્યનો આનંદ લીધો હતો. ધીંગી ધરા નામથી રજૂ કરાયેલી નૃત્યની પ્રસ્તુતિમાં કચ્છ કેવી કેવી કપરી આપદાઓમાંથી આપબળે ઉગરીને આજે અડીખમ ઉભું
ધોરડો ટેન્ટ સિટી ખાતે સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ  ઉપરાષ્ટ્રપતિએ માણી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છ જિલ્લાના પ્રવાસે પધાર્યા છે ત્યારે તેઓએ ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ  ઉપરાષ્ટ્રપતિએ માણી હતી. 
તેઓએ જુસ્સાભેર રજૂ થયેલા સીદી ધમાલ નૃત્યનો આનંદ લીધો હતો. ધીંગી ધરા નામથી રજૂ કરાયેલી નૃત્યની પ્રસ્તુતિમાં કચ્છ કેવી કેવી કપરી આપદાઓમાંથી આપબળે ઉગરીને આજે અડીખમ ઉભું છે તેની કહાણી ઉપરાષ્ટ્રપતિ સમક્ષ દર્શાવાઈ હતી. 
કચ્છની ધરા દરિયો, રણ અને પર્વતો એમ અલગ અલગ ભૌગૌલિક વિવિધતાથી સંપન્ન છે તેના વિશે પણ તેઓને માહિતગાર કરાયા હતા. આ વિવિધ પ્રસ્તુતિ માણીને ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ પરફોર્મન્સ અદભૂત હતા. તેઓએ તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. 
આ કાર્યક્રમ દરમિયાન લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ, રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઉપરાષ્ટ્રપતિના અંગત સચિવ સુજીત કુમાર, રાજ્યસભાના સેક્રેટરી રજીત પુનહાની, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, જિલ્લા કલેકટર દિલીપ રાણા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS  સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે.રાઠોડ સહિત મહાનુભાવો જોડાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.